ભારત દેશમાં હજારો વર્ષ સુધી એક ચોક્કસ જાતિ વર્ગ વિશેષનું પ્રભુત્વ રહ્યું છે. હજારો વર્ષ સુધી બહુસંખ્યક લોકોને દબાવવામાં આવ્યા. અને વિભાજન કારી નીતિઓથી લખાયેલ મનુસ્મૃતિ જેવા ધાર્મિક ગ્રંથને કેન્દ્રમાં રાખી શાશન ચલાવવામાં આવ્યું.
વર્ષો સુધી અલગ અલગ વિદેશી આક્રમણ ખોરો આવ્યા અને જતા રહ્યા પણ બહુસંખ્યક લોકોની હાલતમાં કોઈ સુધાર થયો નહિ. જ્યારે અંગેજો એ ભારતને આઝાદ કરવાનો સંકેત આપી પોતાનું બંધારણ લખવા માટે કહ્યું ત્યારે ભારતના ચૂંટાયેલ પ્રતિનિધિની બંધારણ સભા દ્વારા ભારત માટે બંધારણ(સંવિધાન) લખ્યું જેમાં ડૉ.ભીમરાવ આંબેડકરનો મહત્વનો રોલ રહ્યો છે. એ કારણે જ ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતીય સંવિધાનના શિલ્પી કહેવામાં આવે છે.
ભારતના તમામ લોકોને ભારતનું બંધારણ વાંચવું જોઈએ. અને ભારતનો વહીવટ હાલના સમયે કેવી રીતે ચાલી રહ્યો છે કેવી રીતે ચાલવો જોઈએ એ જાણવું જોઈએ.
Pdf➡ ભારતીય સંવિધાન
સાહિત્યની યાદી
Comments
Post a Comment