કાંશીરામ


    માન્યવર કાંશીરામનો જન્મ પંજાબના એક શીખ કુટુંબમાં થયો હતો. આઝાદી પછી એમણે ભારતીય દબાયેલ કચડાયેલ લોકો માટે જે કાર્ય કર્યું છે તેનો અહેશન લોકો ચૂકવી શકે એમ જ નથી. 
   તેમણે ds4  અને બામસેફ જેવા સંગઠનનો પાયો નાખ્યો હતો. તેમણેજ બહુજન સમાજ પાર્ટીની પણ રચના કરી હતી અને એક નવી રાજનીતિ ને ભારતમાં પ્રક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો.
    સાયકલ પર યાત્રા કરીને લોકોને જાગૃત કરવાનું બીડું ઉઠાવ્યું અને લોકોને જાગૃત પણ કર્યા. જે સમાજ આત્મ સન્માન માટેની લડાઈ લડતો હતો એ સમાજમાંથી આવેલ બહેન માયાવતીજી ને એમણે બહુજન સમાજ પાર્ટી દ્વારા up ની સત્તા પર બિરાજમાન કરવા સુધી પહોંચાડી દીધા. એ એમની રાજનીતિક સૂઝબૂઝની કમાલ જ કહી શકાય. 
    માન્યવર કાંશીરામે લખેલ પુસ્તક અને કાંશીરામ ના જીવન ચરિત્ર પર લખાયેલ પુસ્તકો આપણી ધરોહર છે. 



Comments

Popular posts from this blog