Posts

કાંશીરામ     માન્યવર કાંશીરામનો જન્મ પંજાબના એક શીખ કુટુંબમાં થયો હતો. આઝાદી પછી એમણે ભારતીય દબાયેલ કચડાયેલ લોકો માટે જે કાર્ય કર્યું છે તેનો અહેશન લોકો ચૂકવી શકે એમ જ નથી.     તેમણે ds4  અને બામસેફ જેવા સંગઠનનો પાયો નાખ્યો હતો. તેમણેજ બહુજન સમાજ પાર્ટીની પણ રચના કરી હતી અને એક નવી રાજનીતિ ને ભારતમાં પ્રક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો.     સાયકલ પર યાત્રા કરીને લોકોને જાગૃત કરવાનું બીડું ઉઠાવ્યું અને લોકોને જાગૃત પણ કર્યા. જે સમાજ આત્મ સન્માન માટેની લડાઈ લડતો હતો એ સમાજમાંથી આવેલ બહેન માયાવતીજી ને એમણે બહુજન સમાજ પાર્ટી દ્વારા up ની સત્તા પર બિરાજમાન કરવા સુધી પહોંચાડી દીધા. એ એમની રાજનીતિક સૂઝબૂઝની કમાલ જ કહી શકાય.      માન્યવર કાંશીરામે લખેલ પુસ્તક અને કાંશીરામ ના જીવન ચરિત્ર પર લખાયેલ પુસ્તકો આપણી ધરોહર છે.  Pdf➡ માન્યવર કાંશીરામ
     ભારત દેશમાં હજારો વર્ષ સુધી એક ચોક્કસ જાતિ વર્ગ વિશેષનું પ્રભુત્વ રહ્યું છે. હજારો વર્ષ સુધી બહુસંખ્યક લોકોને દબાવવામાં આવ્યા. અને વિભાજન કારી નીતિઓથી લખાયેલ મનુસ્મૃતિ જેવા ધાર્મિક ગ્રંથને કેન્દ્રમાં રાખી શાશન ચલાવવામાં આવ્યું.     વર્ષો સુધી અલગ અલગ વિદેશી આક્રમણ ખોરો આવ્યા અને જતા રહ્યા પણ બહુસંખ્યક લોકોની હાલતમાં કોઈ સુધાર થયો નહિ. જ્યારે અંગેજો એ ભારતને આઝાદ કરવાનો સંકેત આપી પોતાનું બંધારણ લખવા માટે કહ્યું ત્યારે ભારતના ચૂંટાયેલ પ્રતિનિધિની બંધારણ સભા દ્વારા ભારત માટે બંધારણ(સંવિધાન) લખ્યું જેમાં ડૉ.ભીમરાવ આંબેડકરનો મહત્વનો રોલ રહ્યો છે. એ કારણે જ ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતીય સંવિધાનના શિલ્પી કહેવામાં આવે છે.     ભારતના તમામ લોકોને ભારતનું બંધારણ વાંચવું જોઈએ. અને ભારતનો વહીવટ હાલના સમયે કેવી રીતે ચાલી રહ્યો છે કેવી રીતે ચાલવો જોઈએ એ જાણવું જોઈએ. Pdf➡   ભારતીય સંવિધાન સાહિત્યની યાદી
       ભારતના બહુસંખ્યક લોકોનું આજ સુધી અહિત જ થતું આવ્યું છે. ગૌતમબુદ્ધ જ્યોતિરાવ ફૂલે, બાબાસાહેબ, કાંશીરામ આ બધા મહાનાયકો આપણામાટે માર્ગદર્શક બની સાહિત્યનો અખૂટ ખજાનો મૂકી ગયા છે. અને જે બાકી રહેતું હતું તે આપણા બહુજન સાહિત્યકારો એ આ મહાનાયકો પર સાહિત્ય લખીને પૂર્ણ કર્યું છે. હજી પણ અલગ અલગ સાહિત્ય લખાઈ રહ્યા છે.       ત્યારે આપણે આ સાહિત્યની વિરાસત ગુમાવી ન દઈએ એ હેતુથી કલાઉડ સ્ટોરેજની મદદથી આ સાહિત્યને જીવંત રાખી શકીએ એનો નાનકડો પ્રયાસ કરી રહ્યો છું આશા રાખુ છું આ પ્રયાસ આપનેપસંદ આવશે.                                                           લી.                                                     મનોજ ડાભી ◆ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ અંગ્રેજી વોલ્યુમ્સ ◆ડૉ. બ...